જીવન એવું જીવતા હતા,સંસાર સાગર માં સરતા હતા.
રોફ કર્નલ નો કરતા અમે,પૈસા પાછળ દોડતા હતા.
પડે થપ્પડ કાળ ની, તોયે ખ્યાતી માં ખોવાતા હતા.
જીવતર ની સવારને ગુમાવી,મડદા ની જેમ ફરતા હતા.
હૃદય ના નાજુક અમે, ગુલાબની કળી સમા.
ફૂલ ની ફોરમ સમા મહેકતા ફરતા હતા.
કાળ ને પડકારતા ,અંતર થી ખોવાયેલા જીવતા હતા.
સવાર ગઈ ,બપોર પણ ગઈ, પાનખરે પહુંચી ગયા.
અચાનક વેણું નાદ વાગ્યો,વાંસળી નો સુર વાગ્યો
“સોમ” જાગ્યો વાંસળી ના સુર માં સમાણો.
લાલજી ના ખોળા માં સુઈ, શ્યામ માં છવાણો.
“સોમ”
તા.૧૯-૧૦-૧૧-રાત્રે ૮-૩૦ કલાકે.