=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: આપણે હોઈશું જ નહિ.

આપણે હોઈશું જ નહિ.



કોણ ઝગડે ને, કોણ ક્રોધ કરે,
કોણ એકબીજા પર તૂટી પડશે,
એકબીજા પર દાદાગીરી કરવા,
આપણે બે હોઈશું જ નહિ.

જે કહેવું તે અત્યારેજ કહીદે,
જે કરવું હોય તે હાલ કરી લે,
એક બીજાને વહાલ કરી લઈએ,
ચોકઠાં શા માટે શોધવાં?
એક બીજાની ખબર પૂછવા,
આપણે બે હોઈશું જ નહિ.

કોણ રીસાશે,કોણ મનાશે,
રીસાવા કે મનાવવા,
કે પછી એક બીજાને લાડ લડાવવા,
આપણે બે હોઈશું જ નહિ.

આંખો ઝાંખી થાય,
કે યાદશક્તિ પાંખી થાય,
તે પહેલાં હૃદય માં ભરી લઇ એકમેકને,
મને કે તને જોવા કે રોવા,
આપણે બે હોઈશું જ નહિ.

સાથ છૂટી જશે જયારે,
વિદાયની ઘડીને ટાણે,
આપણે ક્યાંથી હોઈશું,
એકબીજા ને માફ કરવા,                  
કારણ આપણે હોઈશું જ નહિ.
                   “સોમ”
                  તા.૧૪-૧૦-૨૦૧૧.