=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સોમ સંગ્રહ-૧૯

સોમ સંગ્રહ-૧૯


. વાયુ ને હંફાવવા બળ ના કરે,
એ સુગંધી છે કડી છળ ના કરે.


કે પુષ્પ પર ડાઘો પડ્યા ની બીક થી,
જીવવા ની જીદ ઝાકળ ના કરે.


સ્વપ્ન ને સંકેલવા ની બાબતે,
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે.


ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ‘,
પણ ના ગમે તો વાત આગળ ના કરે.

                     “ચીનુ મોદી”