તન વગર ના મન ની રહેવાશી નદી .
પથ્થરો ના દેવની દાસી નદી .
નાવ માં બેસી ગયો દરિયો અને ,
જાય ઉતારી પર ચોર્યાસી નદી.
“રાજેન્દ્ર શુક્લ”
“દુખ છે”
એક રણ માંથી વહ્યા નું દુખ છે
લાગણી લજવી પડ્યાનું દુખ છે.
હાડ હેમાળે ગળ્યાનું દુખ નથી,
પણ તમેના પીગળ્યા નું દુખ છે.
વલ્કલે ઢાંકી સદી ની આબરુ.
ને સભ્યતા લજવી પડ્યા નું દુખ્ છે.
હાથ ફેલાવી લીધા રોવાના ,
કાંસકા ને ના ફૂટ્યા નું દુખ છે.
બારણા એ વાત આખી સાંભળી,
ને ટોડલા ફાટી પડ્યા નું દુખ છે.
“રાજેન્દ્ર શુક્લ”