=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: તેજ છું.

તેજ છું.


આજે વહેલી સવારે અટારી માં બેસી લાલજીએ લખાવેલી કવિતા.

                      

કોઈ સમજ્યું ના મને, હું કોણ છું ને કેવો છું.
હું વહેલી સવારનો લહેરાતો વાયરો છું.
ખળખળ વહેતા ઝરણાં નો પ્રવાહ છું.
નદિયો ના નીર જેમ વહી દરિયા માં સમાયો છું.
કોઈ સમજ્યું ના મને, હું કોણ છું ને કેવો છું.

પ્રભાતે ઉગેલા સૂરજ નું પહેલું કિરણ છું.
કાના ની બાંસુરી ના સુર થી વિન્ધાયેલો છું.
તારાઓ જેમ ટમટમ તો, આભલાનો તારો છું.
પૂનમના ચંદ્ર ની ચમકતી ચાંદની છું.
કોઈ સમજ્યું ના મને, હું કોણ છું ને કેવો છું. ,

રાધા સાથે રાસ રમતા, કાનુડાનો લાડકો છું.
લાલજી ની વાંસળી ના સુર માં સમાયેલો છું.
કાનજી ના રંગ માં ઘોળાયેલો રંગ છું.
અનહદ નાદ માં ઓગળી ગયેલો અવાજ છું.
કોઈ સમજ્યું ના મને, હું કોણ છું ને કેવો છું. ,

શબ્દ છું, શૂન્ય છું, દ્રશ્ય છું, અદ્રશ્ય છું.
અંતર માં અનંત છું, દરિયાનું બિંદુ છું.
શરૂઆત નથી, છેડો નથી,હું વર્તુળ નો પરિઘ છું.
ધરતી નો ઉજાસ છું, પરમ પ્રકાશ છું, તેજ છું.
કોઈ સમજ્યું ના મને, હું કોણ છું ને કેવો છું. ,
                                “સોમ”
                         તા.૨૦-૧૦-૧૧.વહેલી સવારે.