“હોય કે ના હોય કહેવાનું છીએ કુશળ ,
તને લાગતું નથી આ પણ છે એક છળ.
ગુજારે જે શિરે તારે જગત નો નાથ તે સહેજે......................
ઉડે તેને પણ પાડે છે શિકારી લોહ પથ્થર થી.
ધરા તો શું અહી ખાલી નથી આકાશ ઠોકર થી.
તબીબો પાસેથી હું નીક.ળ્યો દિલની દવા લઈને,
જગત સામે ઉભું હતું જખ્મો નવા લઈને.
જિંદગી તો એજ સાચો પડઘો છે ખરે,
હોય ના વ્યક્તિ ને નામ એનું યાદ રહે.
શ્રધ્ધા નો હોય વિષય તો પુરાવા ની શી જરૂર.
ગીતા માં જુવો ક્યોંય કૃષ્ણ એ સહી નથી કરી.
આમ તો રસ્તા માં ઓચિંતું મિલન પણ હોય છે,
પણ એ દર્દભાગી પ્રસંગો માત્ર ત્રણ હોય છે.
ડોક્ટર પ્રવિણભાઈ શુક્લ.(મોટાભાઈ)
તા.૨૩-૨-૨૦૦૦.