=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સ્વપ્નો મારા તરફ નથી

સ્વપ્નો મારા તરફ નથી





રાત ભર સુસવાટ કરતી ઠંડી હવા છે,બરફ નથી.
આંખો ખુલ્લી છે મારી,સ્વપ્નો મારા તરફ નથી.

પ્રભુ તારા અનંત રાગ માં,જીંદગી આ ખતમ થઇ.
ઉચ્ચારવા સહુ ભાષ્ય,પણ હોઠ પર હરફ નથી.

“માનવી શાને ફરેછે, ગુમાન માં .
તુતો રહેછે ભાડા ના મકાન માં.”


પદ,પ્રતિષ્ઠા,અને પૈસો મોટે ભાગે માનવી ના ‘અહમ ‘નું કારણ કે નીમ્મિત બને છે.
આ ચીજો નાશવંત છે,ક્ષણિક છે,અને માનવી નું શરીર હોય ત્યાં સુધી તેનું મૂલ્ય રહેછે.


“પ્રભુ આપ હસો છો ક્યારે?
માનવ આનંદ મેળવવા,બહાર ની ચીજો માં ફોં ફોં મારે છે ત્યારે.

આપ કોઈ વાર રડો છો ખરા?
હા, મારા બનાવેલા જયારે મને બનાવવા નો પ્રયત્ન કરે,ત્યારે મારી
આંખો સહેજ ભીની થાય છે.
                      “સોમ” તા.૩-૧૨-૯૭