=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: તારા અનંત માં

તારા અનંત માં





“જીંદગી જીવવી હતી પ્રભુ મારે એકલી.
સંસાર માં પટક્યો પ્રભુ તું લઇ લાકડી.

હવે બસ કર,જીવવા દે સંસાર માં.
શાને હઠ લઇ બેઠો લઇ જવા જમાત માં.

કુદરત ના સાનિધ્ય માં મારે રહેવું હતું,
નહોતું જોડાવું સંસાર માં,નહોતું જવું જમાત માં.

તારા નામ નું તરણું લઇ,મારે તરવું હતું.
નાખ્યો,પટક્યો,મને સંસાર દરિયા માં.

સરળ બનાવી સંસાર,દીધો દીકરો,દીકરી.
હવે શાને બોલાવે પાછો સાનિધ્ય માં.

ભેખ મારે ધરવો હતો,લઇ સોણલાં તારા.
નચાવ્યો,ડુબાડ્યો,હવે શાને દે સોણલાં?

કાં મને મતી દે,કાં એને દે મતી,
કાં મને બોલાવી દે,તારા અનંત માં.”
                     “સોમ
                  તા.૫-૧૨-૯૭.