ઝાંઝવાં બનતાં સરોવર


પ્રભુ તમે મને સામા મળો પણ મન વગર,      
મારા ઝાંઝવાં બનતાં સરોવર જળ વગર.

જ્યાં જવું ત્યાં મને સામા મળો,
ભીંત પણ ચાલી શકેછે પગ વગર.

મનથી મળો, દિલ થી મળો મને.
જળ બની ભીંજવી દો મને તમે.

તમારા માં સમાવી દો મને,
સરોવર બનાવી દો “સોમ” ને
                  “સોમ”
              તા.૧૬-૧૦-૧૧.