ચાહત ના રંગ માં મેં અનેક રંગ જોયા,
તમારો ઉમંગ જોયો,તમારા તરંગ જોયા.
સમય છે કેવો કાતિલ, પૂછો ન મુજ ને યારો.
બંદાઓ રડતા જોયા,ખુદા ને દંગ જોયા.
આંખો ની વચ્ચે દ્રષ્ટી ખુંપી ગઈ હવે તો.
ચૂપચાપ ઉભા રહી ને સૌ મનપસંદ ખોયા
.
રોજનું થયુંછે, જવા દો મારી વાતો .
આ સાજ છે કવન નાં, કે કાયમ અનંત રોયાં.
આજે અહી ને હમણાં થઇ જાય બસ ખુલાસો.
કોણે અલોપ થઇ ને અમને જીવંત જોયા?
હરીન્દ્ર દવે.