મીરાં થવાની જીદ છોડો
કે મન મારાં
આવાં તે ઓરતા રખાય નહીં.
લોકોમાં રહેવાનું:માધવને મળવાનું
મોરપીંછને મોરલીની રટનામાં રમવાનું :
આવું તે કેમ કરી થાય
અરે ,મન્ન મારાં
માધવ આમ ઝાલ્યો ઝલાય નહીં .--આવાં તે ઓરતા રખાય નહીં.
મેવાડી મહેલમાં -લોખંડી ઈટ છે :
મારી તો મોહનની મુરલી પર મીટ છે,
સોનાંનાં સ્તંભો અને વૃક્ષો કદમ્બના
બંનેની વચ્ચે રહેવાય નહીં
કે મંન મારાં
ગોકુળના ગીતો ગવાય નહીં
આવાં તે ઓરતા રખાય નહીં.
શ્રી વિપિન પરીખ