=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સોમ સંગ્રહ.-34

સોમ સંગ્રહ.-34


હું અને તું નામના કાંઠા ને તોડી જળ માં વહ્યાં સંગાથ માં તે આપણે.
જિંદગીના સર્વ રંગોને ઉમંગો ને સહ્યા સંગાથ માં તે આપણે.
શ્વાસ સાથે એક બીજા માં રહી સૌરભ થયા તે આપણે.
સાથે મળી સાથે ભળી ખડખડાટ વહ્યા જીવતર માં તે આપણે.
એક આશા લઇ ઈશ્વર તણી સાથે ઉડી જશું અનંત માં તે આપણે.

“ ગીત એ કવિ એ આત્મકથા ની અવેજી માં લખેલી કથા છે.
ગીત તમે કેવું જીવ્યા તેનો હિસાબ છે.”

આપણી વચ્ચે કદી કેવો સરસ નાતો હતો.
કમસે કમ યાદ આવી મુજને હરખાવે  તો છે.
તું ન આવે તો ન આવે તારી યાદ તો આવે છે.
બીજું સોમ શું કરે તારા ઉપર ઓળ ઘોળ .
દેહ માં છે પ્રાણ બાકી,પ્રાણ લઇ આવે તો છે.
ને તું અચાનક આવી મારું દ્વાર તો ખખડાવે છે.
                           સોમ સંગ્રહ.