=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: શાની કરે ફરિયાદ?

શાની કરે ફરિયાદ?





શાની કરે ફરિયાદ ,જસોદાને ,તું, શાની કરે ફરિયાદ?
દયા ખાઈને તો તને આપ્યો હતો.કાનુડાને એક રાત........ 

નટખટ કનૈયો એ છટકી ગયો ,એમાં  જસોદાનો શું વાંક?
આંગળી બીજાની એ ભળાવી ગયો જ્યાં ભૂલ્યા તમે શાન ભાન ......

આંગળી થી ભલે છટક્યો , દિલ માંથી છટકીશ કેમ ?
હૃદય માં રાખ્યો છે,વહે નસ નસ માં લોહી ની જેમ.

ઓ કાના કામણગારા ,જીદ કરે છે શીદ.
એક રાત રાખવો નથી,રાખવોછે અહર્નિશ.

મારી હાક સાંભળી કાના,ચાલ્યો આવજે એમ.
જેમ દ્રૌપદી નાં ચીર પૂર્યા,પ્રહલાદ ને બચાવ્યો જેમ.

બધું અર્પણ કરી દીધું હવે કશુંય બાકી નથી લાલજી 
સર્વસ્વ તમારું,કૃપા કરો.,બીજું કૈં ના માગું,લાલજી .


સોમ.

ડીસેમ્બર ૨૦૧૧