ઓ મારા અલબેલા લાલા,મોટા મુરલી વાળા રે.
અમને અટુલા મેલી,મથુરા કેમ સિધાવ્યા રે. ---ઓ મારા
તમે મને છોડી દઈ ને,ત્યાં શું કરો મુરારી રે.
આવો તમને હૈયે બેસાડું, હામ ભરી ને દિલ માં રે---ઓ મારા
સોના હિંડોળે બેઠા ત્યાં તમે,તેથી ત્યાં મન
મોહ્યા રે.
આવો મારી ઝાકલ ઝુમ્પડીયે,ઝૂલે તમને બેસાડું રે--ઓ મારા
સોના થાળ નથી મારી પાસે,પતરાળી એ જમાડું રે.
ભાવતાં ભોજન નથી મારી પાસે,ખીર તમને ખવડાવું રે--ઓ મારા
ટોપી પહેરાવું શાલ ઓઢાડું,મોરપીંછ પાઘ પહેરાવું
રે.
આવો મારા ઓગણીયે તમે,મન ભરી રમાડું રે.--ઓ મારા
જનમ જનમ નો હું ભિખારી,છેડો હું નહિ છોડું રે.
‘સોમ ‘ ના પ્રભુ મોહન મોટા,હું છું તમારો દાસ રે--ઓ મારા
“સોમ તા.૧૫-૧૨-૧૧.રાત્રે
૮-૩૦ કલાકે.