હોળી ના રંગ માં રંગાઈ ગયો રે,
શ્યામ તારા સંગ માં સમાઈ ગયો રે.
પવન તારા સ્પર્શ માં વહી ગયો રે,
પવન તારા વિના હું તો ઝુરી મર્યો રે.
રંગો ના આ તહેવારે હું,
વિના પિચકારી એ, પલળી ગયો રે,
શ્યામ તારા સંગ માં સમાઈ ગયો રે.
પ્રભુ પ્યારા તમે અમારા ,
તમ સંગ હોળી ના ખેલી શક્યો રે,
શ્યામ તારા સંગ માં સમાઈ ગયો રે.
હોળી ના રંગ માં રંગાઈ ગયો રે.
સોમ
તા.૧૩-૦૩-૨૦૧૨.