=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: હે જગ જનની ,હે જગદંબા

હે જગ જનની ,હે જગદંબા


ગુજરાતી ભજન
ગાયક-હેમંત ચૌહાણ

હે જગ જનની ,હે જગદંબા ,માત ભવાની શરણે લેજે,
આદ્ય શક્તિ માં આદિ અનાદિ,અરજી અંબા ઉરમાં લેજે.......

હોય ભલે દુખ મેરુ સરીખું,રંજ એનો ના થાવા દેજે,
રજ સરીખું દુખ જોઈ બીજાનું મને,રોવને બે આંસુ દેજે....હે....

આતમ કોઈનો આનંદ પામે તો,ભલે સંતાપી લે મુજ આતમ ને,
આનદ એનો અખંડિત રહેજો,કંટક દે મને,પુષ્પો એને....હે.....

ધૂપ બનું સુગંધ તું લેજે,રાખ બની ઉડી જાવા દેજે,
બળું ભલે બાળું નહી કોઈને,જીવન મારું સુગંધિત કરજે....હે.....

કોઈના તીરનું નિસાન બનીને,દિલ મારું વિન્ધાવા દેજે,
ઘા સહી લઉં ,ઘા કરું નહી કોઈને,ઘાયલ થઇ પડી રહેવા દેજે...હે....

અમૃત મળે કે ના મળે ના મુજને ,આશિષ તું અમૃતમય દેજે,
ઝેર જીવન ના હું પી જાણું,પચાવવાની તું શક્તિ દેજે....હે......