=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ઢળી પડ્યો તારા સંગ માં

ઢળી પડ્યો તારા સંગ માં



હું તો ઢળી પડ્યો તારા સંગ માં.
હું તો વહી ગયો સ્પર્શ સુગંધ માં.
રૂપ રંગ વિનાની સુગંધી, 
મન ને આપે શાંતિ.
તું તો છવાઈ ગયો નસે નસ માં...હું તો ....

મન ના મેલા માનવ મેળા  માં,
શું કામ મહાલવા મોકલ્યો.
કામણગારા ઓ અલબેલા,
શ્યામ સુંદર પ્યારા.
મને રાખો તમારા ચરણ માં....હું તો .....

મ્યાન માંથી કાઢી ચમકતી,
વીજળી વેગે ચાલી.
હવે નહિ આવું આ જીવતરમાં.
હું તો વહી ગયો નસ નસ માં.
હું તો છવાઈ ગયો અનંત માં.
"સોમ" સમાઈ ગયો તારા અંગ માં....હું તો......

"સોમ"તા.૦૪-૦૪-૧૨.