જ્યોં તલ મેં હી તેલ હૈ,જ્યોં ચકમક મેં આગી.
તેરા સાઈ તુજ મેં હૈ,જાગી શકે તો જાગી.
જેવી રીતે તલ ની અંદર તેલ છુપાયેલું છે -(જ્યાં સુધી તલ પિસાય નહિ ત્યાં સુધી તેલ નીકળતું નથી )
જેવી રીતે ચકમક ના બે પથ્થરો મા અગ્નિ છુપાયેલો છે
(જ્યાં સુધી સામસામા ના ઘસાય ત્યાંસુધી અગ્નિ દેખી શકતો નથી),
તેવી જ રીતે-
પ્રભુ તારી અંદર(શરીરમાં) છુપાયેલો છે. જો તેને તારાથી જગાડી શકાય તો-જગાડ.(ખોળી કાઢ)
(શરીર મા રહેલા -પ્રભુ ને ખોળવાનો છે
-જેમ તલને પીસવા પડે તો જ તેલ દેખાય-અને જેમ પથ્થર ને સામસામા ઘસવા પડે તોજ અગ્નિ દેખાય-
-જેમ છુપાયેલી વસ્તુ ને ખોળવા -મહેનત કરવી પડે છે.તેમ --
પ્રભુ ને ખોળવા -કોઈ સાધન કરવાનું છે.
પ્રભુ તો છે જ-પણ અજ્ઞાન ના અંધારા તળે -છુપાયેલો છે. માત્ર જ્ઞાન નું અજવાળું થાય તો પ્રભુ દેખાઈ જાય)
સાંઈ ઇતના દીજિયે,જામે કુટુમ્બ સમાય.
મેં ભી ભૂખા નાં રહું,સાધુ ન ભૂખા જાય.
પ્રભુજી પાસે કશું માગવાનું હોયજ નહિ.શું આપવું નાઆપવું બધું તે જાણે છે.
છતાં માગવું હોય તો એટલું માંગો..
હે પ્રભુ,હે ઈશ્વરહે સાંઈ હું તારી પાસે મારા કુટુંબ નું ભરણપોષણ થાય એટલુંજ માગું છું.
મારે ત્યાં આવેલ સાધુ -સંત અને અતિથી ભૂખ્યા ન જાય અને હું ભૂખ્યો ના રહું .
એથી વધુ આપે તો તારી ભક્તિ આપજે.
એસી વાણી બોલીએ,મન કા આપાખોય.
પ્રભુજી પાસે કશું માગવાનું હોયજ નહિ.શું આપવું નાઆપવું બધું તે જાણે છે.
છતાં માગવું હોય તો એટલું માંગો..
હે પ્રભુ,હે ઈશ્વરહે સાંઈ હું તારી પાસે મારા કુટુંબ નું ભરણપોષણ થાય એટલુંજ માગું છું.
મારે ત્યાં આવેલ સાધુ -સંત અને અતિથી ભૂખ્યા ન જાય અને હું ભૂખ્યો ના રહું .
એથી વધુ આપે તો તારી ભક્તિ આપજે.
એસી વાણી બોલીએ,મન કા આપાખોય.
ઓરન કો શીતલકરે,આપ હું શીતલ હોય.
દુખ મેં સુમિરન સબ કરે,સુખ મેં કરે ન કોય.
જો સુખ મેં સુમિરન કરે,દુખ કાહે કો હોય.
લાલી મેરે લાલકી જિત દેખોં તિત લાલ,
લાલી દેખન મૈં ગઇ મૈ ભી હો ગઇ લાલ.
લાલી દેખન મૈં ગઇ મૈ ભી હો ગઇ લાલ.
મારા પ્રભુની લીલા એવી છે કે હું જ્યાં જોઉં ત્યાં મને લાલ[ તેની લીલા જ ] જ દેખાય છે. આ લાલીને હું જોવા ગઇ તો હું પોતે લાલ થઈ ગઈ……
ઉલટિ સમાના આપ મેં પ્રગટી જોતિ અનંત,
સાહબ સેવક એક સંગ ખેલેં સદા બસંત.
સાહબ સેવક એક સંગ ખેલેં સદા બસંત.
બહાર ભટકતો એવો હું ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં સમાઈ ગયો એટલે અનંતની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ. પછી સ્વામી અને સેવક સદાયે સાથે જ વસંત ખેલતા થઈ ગયા.
જોગી હુઆ ઝલક લગી મિટિ ગયા એંચાતાન,
ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.
ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.
પરમ તત્વની ઝાંખી માત્રથી બધીય ખેંચતાણ ટળી ગઈ. મારું અસ્તિત્વ [ અહમ ] ઓગળી ગયું એટલે અહમ પણ બ્રહ્મરૂપ થઈ ગયું.
સુરતિ સમાની નિરતિ મેં અજપા માહી જાપ,
લેખ સમાના અલખમેં આપા માહીં આપ.
લેખ સમાના અલખમેં આપા માહીં આપ.
સુરતિ [ આત્મા ] નિરતિમાં [ આનંદ-સ્વરૂપ પરમાત્મા ] સમાઈ ગઈ અને સ્થૂળ જાપ અંતરમાં ચાલ્યા કરતા અખંડ જપમાં વિલીન થઈ ગયા. લક્ષ્યમાં આવતું દ્રશ્ય અલખમાં સમાઈ ગયું અને દ્વૈતની ભ્રમણા તૂટી અને અદ્વૈત સિદ્ધ થઈ ગયું.
જો જન બિરહી નામ કે સદા મગન મનમાંહિં,
જ્યોં દરપન કી સુંદરી કિનહૂં પકડી નાહિં.
જ્યોં દરપન કી સુંદરી કિનહૂં પકડી નાહિં.
પ્રભુ-વિયોગમાં તડપતા સર્વકોઈ સદાયે અંતર્મુખ થઈને મનમાં જ તલ્લીન રહે છે. દર્પણમાં દેખાતી સુંદરીને જેમ કોઈ પકડી નથી શકતું તેમ આવા વિરહીને કોઈ પામી નથી શકતું.
ચીંટી ચાવલ લૈ ચલી બિચમેં મિલ ગઈ દાર,
કહ કબીર દોઉં ના મિલૈ એક લે દૂજી ડાર.
કહ કબીર દોઉં ના મિલૈ એક લે દૂજી ડાર.
કીડી [ જીવ ] ચોખાનો દાણો [ આત્મતત્ત્વ ] લઈને ચાલી નીકળી. રસ્તામાં એને દાળનો દાણો [ રંગીન સંસાર ] મળી ગયો. કબીર કહે છે કે બંનેને એક સાથે રખાય તેમ નથી. એટલે એક લેવું હોય તો બીજું મૂકી દેવું પડે.
કબીર.
“ મન સબ પર અસવાર હૈ , પીડા કરે અનંત,
મન હી પર અસવાર રહે, કોઇક વિરલા સંત “
મન હી પર અસવાર રહે, કોઇક વિરલા સંત “
માણસનું મન
જયારે તેના ઉપર સવાર થઇ જાય છે.. ત્યારે તેને પીડા સિવાય બીજું કશું મળતું
નથી.
પરંતુ જે માનવી પોતે મન પર સવાર થઇ શકે, (મનનો ગુલામ
નહીં.
મનનો માલિક બની શકે)
એવા-
વીર-કે-સંત તો કોઇ વિરલ જ હોય છે.
કબીર.