=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સોમ સંગ્રહ - ૬૧

સોમ સંગ્રહ - ૬૧

પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
પછી ચાંદ બહુ હોશિયારી કરે છે
જરી અમથી છે વાત મારી તમારી
છતાં સૌ વધારી વધારી કરે છે
હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા?મળે છે મને, વાત તારી કરે છે
આ ઝાકળને આવી, તુજ આંસુની ઈર્ષા
જે ફૂલોથી કોમળ સવારી કરે છે
સુકોમળ સપન તે છતાં ઊગવાનાં
તું શું પથ્થરોની પથારી કરે છે!
મહેકતી પળો છે, બહેક મન મૂકીને
બધું શું વિચારી વિચારી કરે છે
અચાનક મલ્યો પ્રભુ તું, અવાચક છું હું, પણ હદય હર્ષ ની ચીચીયારી કરે છે.
- હેમંત પુણેકર