બાળક
ફરી બની જો....
હસતા રહી ખુશીમાં,તું દુઃખને રડી જો
ટાઈમ મશીનમાં જઈ, બાળક ફરી બની જો.
પાંખો ખુલે હવે બસ, એ રાહમાં જગત છે,
તું પીંજરે નથી એ બાબત ખરી કરી જો.
એના એ હાવભાવો, ના હાસ્ય પણ જરાયે,
જોઈ મને ચમક એ આંખોમાં થઈ ખરી જો.
શું ખીણમાં જઈ તું શોધે કશું ફરીને,
મળશે નહીં પતન ત્યાં, નીચે હજી પડી જો.
વરસાદમાં પલળતા જે ડાળખી ના શીખી,
પંખીએ એને પકડી ઉંચી કરી જરી જો.