ચોઘડિયાંઓ જોતો રહેશે,
ચોઘડિયાંઓ જોતો રહેશે,માણસ તોયે રોતો રહેશે.
સુખનો સૂરજ ઊગે તોયે,દુઃખનો ડુંગર મોટો રહેશે.
સંબંધોના સરવાળામાં,આગળ પાછળ ખોટો રહેશે.
ફૂલોના રંગોને ચૂમે,ભમરો તોયે ભોંઠો રહેશે.
દુનિયા આખી ભરચક માણસ,પણ માણસનો તોટો રહેશે.
મિલકતમાં મારી પાછળયાદો દેતો ફોટો રહેશે.