ક્યાં જશું
શબ્દનો સંગાથ છોડી ક્યાં જશું | |
અર્થ સાથે મૌન જોડી ક્યાં જશું | |
માત્ર લૂલા સ્વાર્થ ખાતર હર વખત | |
સત્યને તોડી-મરોડી ક્યાં જશું ! | |
શૂન્ય વત્તા શૂન્યના સામ્રાજ્યમાં | |
શૂન્યનું પ્રાધાન્ય તોડી ક્યાં જશું ! | |
કરગરે અસ્તિત્વ ખાતર લાગણી | |
એ હદે, એને વખોડી ક્યાં જશું | |
ક્યાં રહ્યો છે કોઇ સથવારો “મહેશ” | |
લઇ દશા આવી કફોડી ક્યાં જશું |