દૂધ પીવો વિઠ્ઠલનાથ,તમે દૂધ પીવો
વિઠ્ઠલનાથ.
નામદેવ તમને વિનવે આજે,દૂધ પીવો
વિઠ્ઠલનાથ.
મારી અરજ સુણો
વિઠ્ઠલનાથ.........................
પ્રેમથી તમને સ્નાન કરાવી,શણગાર કર્યા
વિધ વિધ ભાત.
મીસરી નાખી દૂધ ધરાવ્યું,તમે પીવોને
વિઠ્ઠલનાથ.
મારી અરજ સુણો
વિઠ્ઠલનાથ.......................
દૂધ તમે મારું કેમ પીતા નથી,ભૂલ મારી
શી થાય.
વઢશે મને મારા પિતાજી,દૂધ પીવો
દીનાનાથ.
મારી અરજ સુણો
વિઠ્ઠલનાથ.....................
દૂધ માં મીસરી વધુ નાખું ને કેસર ઘોળું મહી.
દૂધ પીવો તો રાજી થાઉં હું,નહિ તો
કાઢું પ્રાણ.
મારી અરજ સુણો વિઠ્ઠલનાથ......................
વિઠ્ઠલનાથ તો મન ભરી ને,જોઈ રહ્યા બાળ નામદેવ.
નામદેવ ના કાલાવાલા જોતાં,દૂધ ભૂલ્યા
છે નાથ.
મારી અરજ સુણો
વિઠ્ઠલનાથ....................
નામદેવ તો શીશ પટકવા આજ થયા તૈયાર.
શીશ પટકવા જાય છે,ત્યાં તો હૈયે ભીડે
વિઠ્ઠલનાથ.
મારી અરજ સુણો
વિઠ્ઠલનાથ.....................
હૈયે ભીડી હાથ ફેરવે બાળ ને માથે વિઠ્ઠલનાથ.
નામદેવ ના હાથે આજે દૂધ પીવે
વિઠ્ઠલનાથ.
મારી અરજ સુણો
વિઠ્ઠલનાથ........................
“ સોમ “તા.૧૦-૧૧-૧૨.બપોરે ૧-૩૦ કલાકે.