જ્યાં દેખું ત્યાં બદ્રી,નજર પડે ત્યાં કેદાર.
દશે દિશા રામ,રહીમ છે,જુઠો આ સંસાર.
જ્યાં રહું ત્યાં ગંગા વહે,યમુના નાં નીર અપાર.
નર્મદા,સરસ્વતી છે દેહ માં,ડૂબકી લગાવી માંય.
આતમ મારો દેહ માં,મળે ઉન્મુની પ્રાપ્ત થાય.
ઓહં સોહં અલખ જાગ્યા,જનમ સફળ થઇ જાય.
તન પવિત્ર,મન પવિત્ર,ઈચ્છા ન રહી કોઈ.
'સોમ ' થયું એવું હવે કે એક જ સત્ય દેખાય.
"સોમ તા.૧૦-૧૧-૧૨.