લાલજી હોળી રમાડું.
લાલજી
હોળી રમાડું આવો હેતે,
અબીલ
છાંટુ અંગે, ગુલાલ ઘસું ગાલે.
રંગ ભરી
પિચકારી,છોડું અંગે અંગે................લાલજી હોળી રમાડું.....
શ્યામ
વિના સુનું લાગે,હોળી લાગે ફિક્કી.
કાના
આવો હોળી ખેલો,
રંગ ભરી
પ્રેમ થી........................લાલજી હોળી રમાડું...........
તું નથી
મુજ સંગ એ ખ્યાલ મારો ખોટો.
સદા છે
મુજ સંગ સત્ય એ સાચું.
તુજ હું
ને હુંજ તું, વાત બહુ મોટી.
સોમ સંગ
હોળી ખેલે જશોદા નો લાલો ................લાલજી હોળી રમાડું.......
“સોમ”
તા.૨૭-૩-૧૩ સવારે ૫-૦૦ કલાકે.