આજ ખરુ અવતરવાનું ટાણું હવે પ્રભુ અવતાર લો તો પ્રભુ જાણું
કંસની સામે તમે કૃષ્ણ થયાઅને રાવણની સામે રામ
પણ આજે તો કંસનો પાર નથી જગમાં ને રાવણ તો સો માં નવ્વાણું..-- હવે પ્રભુ અવતાર
કઈંકંને માર્યા તમે કઈંકને તાર્યા ને ધર્યા તમે વિધવિધ અવતાર
પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે અવતરતા લાગે કેમ વાર
શ્રદ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા હવે પણ તાણે તારું શું પુરાણુ ----- હવે પ્રભુ અવતાર
આ ચન્દ્રમા તો હવે હાથવેંતમાં અને સૂરજની ઘડિયું ગણાય
આકાશ વીંધિને આવતા છે આગમ દોડ્યો આવે ને દોડ્યો જાય
બધુંયે જીતાય પણ એક તું ના જીતાય તો ગીતાનો ગાનારો સાચો માંનુ - હવે પ્રભુ અવતાર