=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: પ્રભુજી પોતે એમાં પુરાણો-સ્વર-નારાયણ સ્વામી

પ્રભુજી પોતે એમાં પુરાણો-સ્વર-નારાયણ સ્વામી



પ્રભુજી પોતે એમાં પુરાણો-અજબ કાયાનો ઘડનારો-એ પોતે એમાં પુરાણો 

માયાપતિ માયાને વશ થઈ-માનવ બનીને મુંઝવાણો પ્રભુજી-પોતે એમાં પુરાણો

પુરણબ્રહ્મ પરમાત્મા રૂપે -એકલો બહુ અકળાણો 
એતોહમ બહુ સ્વામી કહીને-લખ ચોરાસીમાં સમાણો-પોતે એમાં પુરાણો-અજબ કાયાનો

કોટિ બ્રહ્માંડ રચ્યાયે પલકમાં-સાંધો ક્યાં યે ના દેખાણો
અખંડમાંથી ખંડ ઉપજ્યુ-થયો ન ઓછો દાણો-પોતે એમાં પુરાણો-અજબ કાયાનો

પૃથવી અને મહી ઓષધી-એ સૌને દેવાવાળો
હજાર હાથે દીએ છતાંયે-પોતે ક્યાંયે ના દેખાણો પ્રભુજી-પોતે એમાં પુરાણો-અજબ કાયનો

પોતે ભગવન પોતે પુજારી-પોતે દરશનવાળો
રિધ્ધી સિદ્ધી દીયે સંતોને-સ્વામી થઈને સૂંઢાળો-પોતે એમાં પુરાણો-અજબ કાયાનો

દૃષ્યમાન છે જે કઈ જગમાં-સીયારામ મય જાણો તમે
ગુરૂકૃપા આનંદ છે ત્યાં-અર્જુન માયામાં અટવાણો-પોતે એમાં પુરાણો અજબ કાયાનો-