ગોળ ગોળ કાં ફેરવો મને? બનાવી ચક્ર તમારા હાથનું? જરા તો,ખમૈયા કરો,કાન્હા,
તમ આકાશ ના સ્થિર 'વાયુ' ને હલાવી 'પવન' કાં બનાવો? જરા ખમૈયા કરો.કાન્હા,
તમ મોરલીના સુર કે શબ્દથી,વિંધાયેલો,સિંહ જાગે છે,તો ચૂંટી ખણી પરીક્ષા કાં કરો?
લખવાનું બધું લખાઈ ગયું,વધુ શું લખું?અડપલું ના કરો, જરા ખમૈયા તો કરો,કાન્હા.
આમ તો તું યે કાન્હો,ને હું એ કાન્હો,પણ ભૂલથી,ભૂલ્યો,તેથી બન્યો ગોપી તને પામવા,
સોમ સમાયો શ્યામમાં,વિરાજી તુજ હૃદયમાં,અલગ ના કરો,જરા તો ખમૈયા કરો.,કાન્હા.
સોમ
સપ્ટેંબર ૨૧,૨૦૧૩