=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: પંછીડા ને આ પીંજરું-મુકેશ ના સ્વરે

પંછીડા ને આ પીંજરું-મુકેશ ના સ્વરે


પંછીડાને આ પીંજરું જુનું જુનું લાગે, 
બહુયે સમજાવ્યું તોયે પંછી નવું પીંજરું માંગે.

ઉમટ્યો અજંપો એને પંડનારે પ્રાણ નો,
અણધાર્યો કર્યો મનોરથ દુરના પ્રયાણ નો.
અણદીઠે દેશ જાવા લગન એને લાગી----બહુયે

સોને મઢેલ બાજથીયો ને સોને મઢેલ ઝૂલો,
હીરે જડેલ વીંઝણો મોતીનો મોંઘુ પણ મોલો,
પાગલ ના બનીએ ભેરુ,કોઈના રંગરાગે---બહુયે