=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: આજ અમોને બાળ કનૈયો વહાલો વહાલો લાગે.

આજ અમોને બાળ કનૈયો વહાલો વહાલો લાગે.આજે અમોને બાળ કનૈયો વહાલો વહાલો લાગે,
જોવા મળે તો મન ભરી નીરખી,ગળે લગાવી દઈએ..................આજ અમોને બાળ .......

આલિંગન આપી નાચ નચાવી, અંતર થી ઓળખીએ,
માખણ મીસરી લાલચ આપી, એક પગે ઉભો કરીએ...................આજ અમોને બાળ......

આટલું ગોપીઓ ના મન માં આવતાં, જશોદા જાયો આવે,
જશોદા નો જાયો,બાળ કનૈયો રૂમજુમ રૂમજુમ આવે.....................આજ અમોને બાળ........

મોર પીંછ માથા પર શોભે, વાંકડીયા વાળ ધરાવે,
પા પા પગલી ચાલતો ડોલતો કાનો, ગોપીઓ ના ઘેર આવે...........આજ અમોને બાળ .....

ભાલે કેસર ચંદન લગાયો,કુમ કુમ તિલક સોહાયે,
કંઠે મોતી માળા પહેરી, કેડ પીત્તામ્બર શોભે..................................આજ અમોને બાળ........

હાથે બાજુબંધ બાંધ્યા છે, મુખ પર હાસ્ય રેલાવે,
ખેલતો કુદતો રૂમજુમ ચાલતો,માખણ ખાવા આવે.........................આજ અમોને બાળ .......

કાલીઘેલી વ્રજ ભાષા માં કાનો માખણ માગે,
છાસ આપી કાના ને સતાવે, લાડ ખુબ લડાવે.................................આજ અમોને બાળ.......

મન માં મુસ્કાતો કાનો, ફરી ફરી માખણ માગે,
બાજઠ લઇ તેના પર નાચે તો માખણ અમે દઈએ..........................આજ અમોને બાળ.........

બાજઠ બે હાથે ઉપાડતાં પીત્તામ્બર છૂટી જાયે,
નિરાવરણ પરબ્રહ્મ ને નીરખી, ગોપીઓ નિજાનંદ પામે...................આજ અમોને બાળ .........

એક પગે બાજઠ પર ઉભો કાનો છમછમ નાચે,
વાટકી માખણ કાજે કાનો નિરાવરણ થઇ નાચે................................આજ અમોને બાળ.........

“ સોમ “ નો સુંદર ઘેલો કનૈયો, છુમછુમ થૈયા નાચે,
બધી ગોપીઓ માખણ આપી મનોમન મલકાયે...............................આજ અમોને બાળ.........

સોમ  સાંજે ૬-૦૦ કલાકે તા.૮-૧૦-૧૩.