અશ્રુ ભીની આંખે મથુરા થી ,પાછા ફર્યા નંદરાય.
જીગર નો ટુકડો મથુરા મેલી ગોકુલ આવ્યા
નંદરાય............મુજને દેખાડો મારો લાલ.
નંદજી જોયા,લાલો ન જોયો ન જોયા બલરામ.
વ્રજ નો આત્મા કેમ નથી દેખાતો? ક્યાં ગયો મારો લાલ.........મુજને
દેખાડો મારો લાલ.
કરગરીને ના પાડેલી, તોયે લઈને ગયા તા કાન,
અક્રૂર ક્રૂર છે કહેવા છતાં તમે ન સાંભળી મારી
વાત................મુજને દેખાડો મારો લાલ.
નંદરાય અને વ્રજ બાળો ને વિનવે યશોદા માત,
મને બતાવો મારો કાન, નંદજી પાછો લાવો મારો
લાલ...........મુજને દેખાડો મારો લાલ.
યશોદાજી નો આક્રંદ જોઈ બોલી પડ્યા નંદરાય,
કામણગારે વાત ન સાંભળી,બાંધી દીધો મને
આજ.................ક્યાંથી દેખાડું તારો લાલ.
હમણાં નહિ આવું,પછી આવીશ મારી રાક્ષસ રાજ,
વ્રજ વાસી ને વ્રજ બાળો ને ન થાયે
ઉત્પાત..........................તેથી નથી દેખાતો લાલ.
યશોદાજી ને મૂર્છા આવી ગઈ, સાંભળી નંદજી ની વાત,
નંદજી એ કાન માં કીધું, ચોક્કસ આવશે આપણો લાલ..........ક્યાંથી
દેખાડું તારો લાલ.
યશોદા રાણી કહું છું તમને, કાને વચન આપ્યું મને
આજ,
પાછો આવશે આપણો લાલો, આવશે ગોકુલ
ગામ...................ત્યારે દેખાડીશ તારો લાલ.
આજે આવશે ને કાલે આવશે, રાહ જોતાં યશોદા માત,
એમ દિવસો વહી જતા, જોતાં કાના ની
રાહ............................પાછો આવશે મારો લાલ.
જય શ્રી કૃષ્ણ.
સોમ
તા.૭-૧૦-૧૩. સાજે ૬-૦૦ કલાકે.