=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સુદામા-કૃષ્ણ-- મિત્ર-પ્રેમ ની પરાકાષ્ઠા.

સુદામા-કૃષ્ણ-- મિત્ર-પ્રેમ ની પરાકાષ્ઠા.



સુદામા ચાલ્યા દ્વારિકા આજ,દ્વારકાનાથ ના દર્શન કાજ,

ફાટેલી પોતડી,તૂટેલી લાકડી,સુદામાએ લીધી હાથ,

એક મુઠ્ઠી પૌવા  બાંધ્યા પ્રભુ ને કાજ.................................સુદામા ચાલ્યા...

દ્વારકા જઈ સુદામા પૂછે પ્રભુ નું દ્વાર,

મારા મિત્ર ને મળવા આવ્યો આજ,

લોક સાંભળી હાંસી ઉડાવે સુદામાની આજ.........................સુદામા ચાલ્યા...

દ્વારપાલ સંદેશો આપજે મારા નાથ ને આજ,

મિત્ર તમારો મળવા આવ્યો સુદામા નામ,

દ્વારપાલ સંદેશો દે દ્વારકાનાથ ને આજ...............................સુદામા ચાલ્યા.....

સુદામા સાંભળી પ્રભુએ કુદકો માર્યો તત્કાલ,

ખુલ્લા પગે દોટ મૂકી શરમ ના લાગી લગાર,

બંને હાથે બાથ ભીડી ભેટ્યા સુદામા ને ભગવાન................સુદામા ચાલ્યા...

મહેલે લાવી પલંગે બેસાડી દશા જુવે દીનાનાથ,

પાણી વિના પરાત માં ,

અશ્રુધાર થી પગ ધુવે ત્રિલોકીનાથ,..................................સુદામા ચાલ્યા...


રાહ જોવાણી નહિ રાણી ની લઇને  આવતાં સોય,

પગનો ઊંડો કાંટો માલિક દાંત થી કાઢે આજ,

સુદામા કહે અરે પ્રભુજી જરા રાખો શરમ આજ.....................સુદામા ચાલ્યા....

માંઢે ચડી પ્રસાદ માગે ત્રણે લોક નો નાથ,

રાણીઓ ઠેકડી ઉડાવે શું આપશે મિત્ર ગરીબ આજ,

ક્રોધે ભરાઈ પ્રભુ કહે ચાલ્યા જાવો રાણી આજ.....................સુદામા ચાલ્યા...

મુઠ્ઠી પૌવા ઝુંટવી લઈને આરોગે ભગવાન,

મુખ થી સુદામાએ કશું ન માગ્યું, માયા કીધી નાથે આજ,

ભાગ્ય બદલ્યું,દળદળ ટાળ્યું સુદામાનું આજ......................સુદામા ચાલ્યા...

ફાટેલ પોતડીએ,તૂટેલ લાકડીએ સુદામા ને વળાવે આજ,

નથી બગાડી જીભ એ વિપ્રે,હરફ ના નીકળ્યો લગાર

પ્રભુ થી પણ ચડ્યો સુદામા,અયાચક ટેક જાળવી  આજ.......સુદામા ચાલ્યા…



સોમ તા.૧૭-૧૦-૧૩ રાત્રે ૮-૩૦ કલાકે.