=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ગાંડા ની વણઝાર-સ્વર-નારાયણ સ્વામી

ગાંડા ની વણઝાર-સ્વર-નારાયણ સ્વામી



ગાયક-શ્રી નારાયણ સ્વામી

ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી એનો ગણતા ના આવે પાર
શુક ગાંડો, ધ્રુવ ગાંડો, અને ગાંડો ત્યાં ભૂપ કુમાર.. જી 
નારદજી તો એવા ગાંડા, જેણે બાંધ્યા નહિ ઘર બાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ગાંડા હનુમંત, ગાંડા વિભીષણ, ગાંડી શબરી નાર.. જી 
ગાંડા ગુહ્ય હે પગ ધોઈ ને, પ્રભુ ઉતાર્યા પાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વ્યવહાર.. જી 
બંસી નાદે ચાલી નીકળી, સુતા મેલી ભરથાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
સુદામા ના ગાંડપણે તો વેઠયા ભૂખ અંગાર.. જી 
પાંચ પાંડવ એવા ગાંડા, જેણે છોડ્યા નહિ કિરતાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
વિદુર પત્ની ગાંડી થઈને, રટે નંદ કુમાર.. જી 
છબિલાને એ છોતરા આપ્યા, ગર્ભ ફેંક્યા બહાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
બોડાણા નાં ગાંડપણે તો કામ કર્યું હદપાર..જી 
દ્વારિકા નો ઠાકોર આવ્યા, ડાકોર ગામ મોજાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
કબીર, તુલસી, સુર ગાંડો અને રોહિદાસ ચમાર..જી 
મોરાંદે તો ગાંડા થઈ ને, ગાંડો કીધો સંસાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ધનો ગાંડો, આ ધીરો ગાંડો અને ગાંડો પ્રીતમ પ્યાર..જી 
સખુ મીરાં કર મા ગાંડી, જેણે છોડ્યા જગ થી તાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
દાદુ ગાંડો, પીપો ગાંડો અને અખૈ યો એ સોનાર..જી 
પંઢર પૂર માં, ગોરો ગાંડો, ઈતો ઘડા નો ઘડનાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
નામો , ગામો, સૂકો, ગાંડો અને મૂળદાસ લોહાર ..જી 
જલારામ ની વાત શું કરવી, જેણે વળાવી ઘરની નાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
જુનાગઢ નો નાગર ગાંડો, ઈ તો નાચ્યો થૈ થૈ કાર..જી
 બાવન કામ, કર્યા પ્રભુ એ, એના છતાં આવ્યો નહિ અંહકાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
થયા ઘણા અને હાલમાં પણ છે, અને ભવિષ્યે પણ થનાર ..જી 
ભક્ત કુળનો નાશ નથી, એ બોલ્યા જગત આધાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
દુનિયા એ જેને ગાંડા ગણ્યા પણ હરિ ને મન હોંશિયાર..જી 
ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડુ, ને ગાંડા સાંભળ નાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

ઋણ સ્વીકાર-આભાર- દાદીમાની પોટલી