=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: કહો નાથ મળશો ક્યારે?

કહો નાથ મળશો ક્યારે?








કદીક મળી ને છટકી જાઓ નાથ શાને?
કહો હવે નાથ સોમ ને મળશો ક્યારે?
નથી છોડવા નો ભજું અહર્નિશ તમોને.
ભજું રાત ને દિન ,જાગતાં, ને સપનામાં……..કહો નાથ..
કદી ઉઠી ને જોવું નથી હોતો કાનો.
પવન બની રહો ઝાડ ની ડાળે,પાને.
કદી તમે બની રહો ફૂલ ની સુવાસે.
રોજ આવીબારણું  ખટખટાવો છો  શાને?........કહો નાથ...
હિંડોળે આવી ઝૂલો ખાવો શાને.
પકડો હાથ પવન બની છટકો શાને.
બહાવરો બની હું શોધું છું કાનો
હવે મળશો ત્યારે જવા નથી દેવાનો........કહો નાથ..
અંચાઈ ની હદ ને ખતમ કરવાનો
પાસે નાથ  તો સોમ ઝૂરે છે શાનો?  
કદીક બાસુરી ની ફૂંકે આવ્યો હતો કાન્હો.
ભભૂતિ લગાવી સોમ- સોમનાથ થયો શાનો?.......કહો નાથ..


સોમ. રાત્રે ૮-૩૦ કલાકે.