=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: જ્ઞાનેશ્વરી ગીતા-અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ-૧

જ્ઞાનેશ્વરી ગીતા-અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ-૧


આગળ ના અધ્યાય -૧૪ ના અંતિમ ભાગમાં આવ્યા મુજબ એવો નિર્ણય થયો કે-
જેને બ્રહ્મજ્ઞાન (નિરાકાર બ્રહ્મ=પરમાત્માનું જ્ઞાન) ની પ્રાપ્તિ થઇ હોય છે-
તે જ મોક્ષ ને પામે છે.(મુક્ત થાય છે)
પણ જે-
યજ્ઞો કરે,સત્કર્મો કરે,સેવા પૂજા કરે,પુણ્યકર્મો કરે- –તેને “બ્રહ્મદેવ નો લોક” (બ્રહ્મા=બ્રહ્મદેવ- નો લોક)
એટલેકે-બ્રહ્મલોક –સ્વર્ગ-મળે છે. જ્યાં સુખો ભોગવી ને પુણ્ય કર્મ પૂરું થતા ફરીથી જન્મ છે.

આ રીતે જ્ઞાન (બ્રહ્મ-જ્ઞાન-સત્ય નું જ્ઞાન-પરમાત્મા નું જ્ઞાન) એ મોક્ષ આપે છે-એમાં શંકા નથી,
પુસ્તકો વાંચી ને આવું જ્ઞાન તો સર્વે ને છે-પણ બધા મુક્ત થઇ શકતા નથી, મુક્ત થતા નથી-
કારણકે –આ જ્ઞાન ના માટે અંતઃકરણ –એવું શુદ્ધ હોવું જોઈએ-કે –જેથી તે જ્ઞાન ને ગ્રહણ કરી
પોતાના માં (પોતાના અંતઃકરણ માં) સ્થિર કરી શકે.

શ્રીકૃષ્ણે પોતાના વિવેચન થી એમ દર્શાવ્યું છે-કે-
વૈરાગ્ય વગર જ્ઞાન ટકતું નથી. (વૈરાગ્ય વગર અંતઃકરણ શુદ્ધ થતું નથી)

હવે પ્રશ્ન એ થાય છે-કે-વૈરાગ્ય મન માં શી રીતે પ્રવેશે ?
તો એના માટે –એક સરસ દૃષ્ટાંત છે.
જમવા બેઠેલો કોઈ મનુષ્ય ને “ભોજન માં ઝેર નાખવામાં આવ્યું છે” એવી ખબર પડતાં જ-
તે થાળી છોડી ને ઉભો થઇ જાય છે-તેને ભોજન પ્રત્યે વૈરાગ્ય ઉપજે છે-

તે જ પ્રમાણે-
આ સર્વ સંસાર કે જે ક્ષણે ક્ષણે બદલાય છે (એટલે કે જે સંસાર અનિત્ય છે)-
એમ જાણી -સંસાર અસત્ય (મિથ્યા) છે-એવો દૃઢ નિશ્ચય જયારે કોઈ મનુષ્ય ને થાય-
ત્યારે વૈરાગ્ય તે મનુષ્ય ની પાછળ પડે છે.(વૈરાગ્ય ને –તે પછી ધક્કા મારી ને પણ હટાવી શકાતો નથી)
એટલે કે વૈરાગ્ય અંતઃકરણ માં પ્રવેશ કરે છે. અને –આમ અંતઃકરણ શુદ્ધ થવા થી જ્ઞાન તેમાં ટકે છે.

સંસાર અસત્ય છે-સંસાર મિથ્યા છે-
આ ૧૫ મા અધ્યાય માં -શ્રીકૃષ્ણ આ વાત ને સમજાવવા વૃક્ષ નું રૂપક (દૃષ્ટાંત) આપે છે.
ખૂબ જ કુશળતાથી “સંસાર-વૃક્ષ” નું વર્ણન કરી-સંસાર મિથ્યા છે-એ સમજાવે છે.
(માત્ર-૨૦ શ્લોક ના –આ અધ્યાય ને કડકડાટ બોલી જનાર અસંખ્ય મનુષ્યો જોવા મળે છે-પણ-
આ અધ્યાય નો ગૂઢ સંદેશ કેટલા સમજ્યા હશે તે તો ભગવાન જાણે !!!)

સામાન્ય રીતે સામાન્ય-વૃક્ષ નાં મૂળ જમીન માં હોય છે અને શાખાઓ (વિસ્તાર) ઉપર હોય છે,

પણ આ વિલક્ષણ (ચમત્કારિક)  વૃક્ષ ઉલટું છે. તેનાં મૂળ ઉપરની બાજુએ છે.(ઉર્ધ્વમુલ)
અને વિસ્તાર (ડાળીઓ) નીચેની બાજુએ છે-તથા તે સમસ્ત આકાશ માં વ્યાપ્ત છે.(વિસ્તરેલું છે)

જેનું નામ આપ્યું છે—સંસાર-વૃક્ષ.

કલ્પના કરવાની છે-કે –સંસાર-વૃક્ષ ના મૂળ ઉપરની બાજુએ છે.
પણ -આ વૃક્ષ ને કંઈ જમીન ઉપરથી ઉખેડી નાખવામાં આવ્યું નથી!!!
કે નથી જમીન ઉપરથી ઉખેડી ને ઉલટું કરવામાં આવ્યું !!!

પણ-આ કલ્પિત સંસાર-વૃક્ષ નાં મૂળ ઉપર તરફ -પરમાત્મા ને જોડાયેલાં છે.
અને એટલે જ તે લીલુંછમ રહે છે, અને તે સુકાઈ જતું નથી.

સૌજન્ય-www.sivohm.com

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE