=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: લખવું હતું કંઈ

લખવું હતું કંઈ



આજે લખવું હતું કંઈ ,લખાઈ ગયું કંઈ.
પંછી આવી  ચુપચાપ ઉડી ગયું કંઈ.


કદી લાલોને કદી સોમનાથ તું.
ચૂંટી ખણી અટકચાળા કાં કરે તું……..લખવું હતું કંઈ…..


હૈયે ચડી વાત કહેતો નથી ને ?      
માયા કરી મસ્ત  શબ્દ બને તું.


ચુપ ચાપ બેસી વિચારું ઘણું પણ.                                         
હોઠે ન આવે શબ્દો બની તું.……..લખવું હતું કંઈ…


પવન બની ઘૂમરીઓ ચડાવી ગયો તું
અનંત ની કેડી ચડાવી પાછો કાં વાળે?


ચડાવ્યો છે તો હવે  પૂર્ણ પહુચાડી દે તું.
કૃપા કરી સોમનાથ ક્ષણ માં પહોંચાડી દે તું….લખવું હતું કંઈ…   


“સોમ” ૨૪-૧૦-૧૩ રાત્રે ૯-૦૦ કલાકે.