=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ઠપકો-શ્રીકૃષ્ણ ને-.

ઠપકો-શ્રીકૃષ્ણ ને-.










માતા યશોદા રટ્યા કરે છે,ચાતક બની જુવે  રાહ.
વાંસળી,કાંબળી લઇ ઘૂમે રાધાજી,અહર્નિશ કાનો યાદ.
ગોરસ માથે લઇ ઘુમતી ગોપીઓ,જોતી લાલાજી ની વાટ.
વ્રજ ના કણ કણ માં કૃષ્ણ બિરાજે,વનરાજી જુવે રાહ.


કેવો પ્રેમ આ વ્રજ વાસીઓ નો,મને તો તે ના ભૂલાય,
વ્રજલોકો નો પ્રેમ મને ભૂલાય ના,કાનો ભૂલ્યો હશે કેમ !  
ગોકુલ છોડવું આકરું લાગે ,પ્રભુએ છોડ્યું હશે કેમ !
વિરહ માં બળતા આ વ્રજવાસીઓ ને,પ્રભુએ ત્યજા કેમ !
મથુરાની વાટે જતા,ઉદ્ધવ વિચારે,આવા નિષ્ઠુર પ્રભુ કેમ !
ઠપકો આપું જઈ ને પ્રભુને,વ્રજ ને દઝાડો કેમ !                                                                                                      
ગોપીઓ ને છોડીને આવ્યા મથુરા,પાછા ન જાવો તમે કેમ !
વ્રજ પ્રેમ જોઈ  ઓધવ પાછા આવ્યા,ગયા પ્રભુજી ની પાસ.


ત્રિલોકીનાથ બધું પામી ગયા છે,વાંચી લીધું ઉદ્ધવ નું મન.
ઉદ્ધવ માથે હાથમુક્યો પ્રભુએ,મુખ થી ન બોલ્યા જરાય.  
સમાધિ લાગી ઉદ્ધવ ને,ગોકુળ ને ગોપીઓ દેખાય.
એક સ્વરૂપે લાલો ગોકુળ માં ખેલે,બીજા સ્વરૂપે મથુરા નરેશ.


લીલા પામી ઉદ્ધવ આજ બોલ્યા,પ્રભુ નથી થયા નિષ્ઠુર.
“સોમ"નાથ સદા રહે ગોકુળ માં,વ્રજ વાસીઓની પાસ.

“સોમ”તા.૨૩-૧૦-૧૩.સવારે ૭-૩૦ કલાકે.