=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: વ્રજ નથી વિસરાતું.

વ્રજ નથી વિસરાતું.



ઓધાજી મને વ્રજ નથી વિસરાતું રે
                 
                     ગોકુળિયું મને સાંભરે રે જી.................ગોકુળિયું મને.

માતા જસોદા મને ઘડીએ ભુલાય ના,

                      નંદબાબા સાંભરે દિન રાત રે ..............ગોકુળિયું મને.

સવાર પડે મને ગોપ બાળો સાંભરે,

                      ગોપીઓ નો પ્રેમ ના ભુલાય રે..............ગોકુળિયું મને.

ગાયો ભાંભરતી મને સ્વપ્ના માં સાંભરતી,

                        ગંગી ગાય ના ભુલાય રે....................ગોકુળિયું મને.

ગેડી દડો મને ઉંઘ માં યાદ આવે,

                         જમના નો ઘાટ ના ભુલાય રે..............ગોકુળિયું મને.

સોના ના થાળ મને જરી એ જચે ના,

                           કાંસા ની થાળી યાદ આવે રે..............ગોકુળિયું મને.

છપ્પન ભોગ મને કડવા રે લાગે,

                     માખણ મીસરી ના ભુલાય રે ..............ગોકુળિયું મને.


“ સોમ “ સાંજે ૮-૦૦ કલાકે તા.૧૦-૧૦-૧૩.