=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: કબીર-વ્યથા.

કબીર-વ્યથા.

  કબીર વ્યથા.
કબીરા બેઠા  સત્ લોક માં,જુવે જગત નો ખેલ.
મૂર્તિ,પથ્થર મેં નાપૂજ્યા,પથ્થર કરી મને પુજે લોક.

જુવો સંસાર નો ખેલ ભાયા જુવો સંસાર નો ખેલ.
કબીર કહી કહી વહી ગયો ,ના સમજ્યા જગ ના લોક.

ચૌકા ચલાવા ને આનંદ આરતી,એ બનાવ્યો મોટો ખેલ.
ચરણામૃત આપે ,ને નારિયેળચડાવે પૈસા મૂકે ચેલાઓ અને  લોક.

નથી માનતા કર્મકાંડ ને તો ભાઈ આ કેવો છે ખેલ?
આમ કરી ને નાણા મેળવે, ટોપી વાળા ગુરુ ને કબીર માને લોક.
રોતો કબીર મન મહી ને જોતો આ ગુરુ-ચેલા ના ખેલ
સત્ય  બંદા ને બતાવે નહિ ને મોટી બંદગી કરાવે  લોક.  
                                                                      
ભણ્યો ક્યાં હતો શાસ્ત્રો કબીર? પણ પામ્યો હરિ નો ખેલ,
પણ શાસ્ત્ર કબીર નું સમજ્યા નહિ ,ગુરુ-ચેલા ને લોક.

નામ-દીક્ષા"ને કંઠી બાંધે કબીર નામે કરે ખેલ.
ચેલા ને જગત તરે કે મરે,ઘર ભરે ગુરુ લોક.  

મૂર્તિ બની કબીર ની કે જેને કર્યો તો મૂર્તિ-પૂજા નો વિરોધ,
કહે સોમમોટા મંદિરો માં પૂરી કબીર ને પૂજે જગતના લોક..
                                                                        
સોમસવારે ૭-૦૦ કલાકે તા.૩૦-૧૦-૧૩-