હવા બની સ્પર્શતો મને અહેસાસ કરાવતો હંમેશ,
બંધ આંખે જોયા કરું ,અનુભવું તે પવન ને હંમેશ.
આકાશમાં, શૂન્યાવકાશમાં રહેતો એ હર હંમેશ.
જોયા કરું દેહમાં, શ્વાસ રૂપે આવન જાવન અનિમેષ.
શબ્દ બની ગુંજતો અનહદ નાદ રૂપે હંમેશ,
કોઈ વાર પવન,પ્રકાશ કે શૂન્યાવકાશ,રૂપે હંમેશ.
નથી સમજાતું રૂપ તારું,અરૂપ રહે હંમેશ.
પણ હું તને જોયા કરું લાલા રૂપે હર હંમેશ.
ઓ કૃષ્ણ કનૈયા,પ્રગટ સ્વરૂપે આવી બંસી વગાડો હંમેશ.
સોમ સંગે રાસ રમીને, પરમાનંદ આપો હર હંમેશ.
સોમ તા.૧૮-૧૨-૧૩.સાંજે ૮-૦૦ કલાકે