લટકે ગોકુળ ગૌ ચારિ, ને લટકે વાયો વંશ રે,
લટકે જઇ દાવાનળ પિધોં,લટકે માર્યો કંસ રે……………... વારિ જાઉં સુંદર શ્યામ…
લટકે રઘુપતિ રુપ ધરિને તાત ની આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણ માર્યો, લટકે ને લટકે સીતા વાળી રે……….. વારિ જાઉં સુંદર શ્યામ…
એવા એવા લટકા છે ઘનેરા,લટકા લાખ કરોડ રે,
લટકે મળે નરસિંહ નો સ્વામિ, હિંડે મોઢા મોઢ રે………………. વારિ જાઉં સુંદર શ્યામ…