=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૧૬

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૧૬






નાગર નંદજીના લાલ!
રાસ રમંતાં મારી નથણી ખોવાણી………..નાગર નંદજીના લાલ 


કાના! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી……….. નાગર નંદજીના લાલ


નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા…….. નાગર નંદજીના લાલ


નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય… નાગર નંદજીના લાલ


વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથણી નો શામળિયો છે ચોર… નાગર નંદજીના લાલ


નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર… નાગર નંદજીના લાલ