=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-૨

રામાયણ-૨


માતાજી ને આજે પ્રભુ એ બતાવ્યું-કે મારા ભક્તો નું હું ચારે તરફથી રક્ષણ કરું છે,એટલે ચતુર્ભુજ રૂપે પ્રગટ
થયા છે. માતાજી એ સુંદર સ્તુતિ કરી છે-નાથ, મારા માટે તમે બાળક બનો,મને મા,મા કહી બોલાવો.
એટલે ચતુર્ભુજ સ્વરૂપ અદૃશ્ય થયું છે અને બે હાથ વાળા બાળક બન્યા છે.
દાસી ઓ ને ખબર પડી,કૌશલ્યા મા ના ખોળામાં સુંદર બાળક બિરાજે છે. દાસી વધાઈ આપે છે.
કૌશલ્યા એ નવલખો હાર દાસીને આપ્યો છે.”મારો રામ સુખી થાય”
દાસી  કહે-કે- મારે કાંઇ જોઈતું નથી,મારે તો રામ ને રમાડવો છે. દાસીના ગોદ માં રામ ને આપ્યા છે.
આજે દાસી નો બ્રહ્મ સંબંધ થયો છે.
બીજી દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ અનેઅને કહે છે-કે-
મહારાજ ,વધાઈ.વધાઈ-,લાલો ભયો હૈ,સાક્ષાત નારાયણ આવ્યા હોય તેવું લાગે છે.

દશરથજી ને વૃદ્ધાવસ્થામાં,આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે.
પુત્ર પણ સાધારણ નહિ, સાક્ષાત પરમાત્મા આજે પુત્રરૂપે આવ્યા છે.
રાજાએ સુંદર શૃંગાર કરી પ્રથમ ગણપતિપુજન કર્યું છે, પુણ્યાહવાચન થયું,નાન્દીશ્રાદ્ધ માં પિતૃ ઓની પૂજા કરી છે, અને ત્યાર બાદ એટલું બધું દાન કર્યું છે-કે અયોધ્યા માં કોઈ ગરીબ રહ્યા નથી.
વશિષ્ઠે વેદ-મંત્રો નો ઉચ્ચાર કરી મધ માં મંત્ર નો અભિષેક કર્યો છે.અને પછી તે મધને અંદર  લઇ જઈ બાળક ને અનામિકા (આંગળી) થી ચટાડવાનું રાજા ને સૂચવ્યું.

રાજા અંતઃપુરમાં (રાણી વાસમાં) આવ્યા છે. છડીદારો પોકાર કરે છે-હટો,હટો,મહારાજ પધારે છે.
રાજ કહે છે-કે હટો હટો નહિ બોલો,બધાના આશીર્વાદ થી મારે ત્યાં દીકરો આવ્યો છે.
વશિષ્ઠ જી આગળ થયા, આજે હરિ દર્શન ની સર્વ ને લાલસા છે,દેવો-ગંધર્વો સૂક્ષ્મરૂપે આવ્યા છે.

પરમાનંદ થયો છે,બાળક રામ ના આજે સર્વ ને દર્શન થયા છે.
રાજા દશરથ આજે આનંદ થી ભાવ વિભોર થયા છે.
નિરાકાર બ્રહ્મ આજે સાકાર થઇ –તેમના ઘેર પુત્ર રૂપે પધાર્યા છે.

રામ જન્મોત્સવ માં સર્વ ને આનંદ થયો છે,બધા દેવો રાજી થયા છે, ફક્ત એક ચંદ્ર નારાજ થયા છે.
રામજી ના દર્શન કરી,સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે.”મારા વંશ માં ભગવાન આવ્યા છે!”
અતિ આનંદ માં સૂર્ય ની ગતિ સ્થિર થઇ છે,સૂર્યનારાયણ આગળ વધતા જ નથી,
તે અસ્ત તરફ જાય તો –ચંદ્ર ને દર્શન થાય ને ?
ચંદ્રમા એ રામજી ને પ્રાર્થના કરી કે-આ સૂર્ય ને આગળ જવાનું કહોને? મને તમારાં દર્શન કરવા દેતો નથી,

ચંદ્ર ને રામજી એ આશ્વાસન આપ્યું છે-કે –આજથી હું તારું નામ ધારણ કરીશ.(રામચંદ્ર)
છતાં ચંદ્ર ને સંતોષ થયો નહિ.. એટલે રામજી કહે છે-કે-તું ધીરજ રાખ,આ વખતે મેં સૂર્ય ને લાભ આપ્યો છે,પણ
ભવિષ્ય માં કૃષ્ણાવતાર ધારણ કરી તને એકલાને  જ દર્શન આપીશ. હું રાત્રે બાર વાગે આવીશ.

બાલકૃષ્ણ પ્રગટ થયા ત્યારે આખું જગત નિંદ્રા માં હતું, ફક્ત બે જીવ જાગે છે-વસુદેવ-દેવકી અને ત્રીજો ચંદ્ર.

જે રાતે જાગે તેને કનૈયો મળે છે,સુતો હોય તેને નહિ.
જાગવું એટલે શું ?
જાનિયે જીવ તબહિ જબ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા..........

ગીતામાં પણ કહ્યું છે-કે-સર્વ જીવો ની માટે જે રાત્રિ છે-ત્યારે સંયમી પુરુષો જાગે છે,અને જયારે પ્રાણી ઓ (જીવો)
નાશવાન,ક્ષણભંગુર-સંસારિક સુખો માં જાગે છે-તે સુખો તરફ જ્ઞાની મુનિઓ દૃષ્ટિ પણ કરતા નથી,
જ્ઞાની મુનિઓ માટે તે –સમય રાત્રિ સમાન છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE