=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-01 (રામાયણ માહાત્મ્ય)

રામાયણ-રહસ્ય-01 (રામાયણ માહાત્મ્ય)

રામાયણ માહાત્મ્ય
રામાયણ એ મર્યાદા-સંહિતા છે.
રામજી ની કથા નો,રામજી ના દર્શન નો મહિમા છે,
અને તેના કરતાં પણ વધારે રામજી ના “નામનો (રામ-નામ નો) મહિમા છે.

જેટલા અયોધ્યાવાસીઓ એ રામજી નાં દર્શન કર્યા તેમને રામે તાર્યા છે,રામ-ચરિત્ર ના અંતે રામજી તે સર્વે ને સદેહે વૈકુંઠ માં લઇ ગયા છે,
તે અયોધ્યા-વાસીઓથી પણ લાખો ઘણા વધારે ને “રામ-નામેતાર્યા છે.એટલે સ્વયં રામજી ના કરતાં પણ રામ-નામ નો મહિમા વધારે છે.

રામાયણ પણ ભાગવત ની જેમ સમાધિ-ભાષા નો ગ્રંથ છે.
રામાયણ માં શ્રી રામ હંમેશા ધનુષ્ય-બાણ સજ્જ રાખે છે.ધનુષ્ય-બાણ વગરના રામ નાં દર્શન
ક્યાંય થતા નથી,ભલે તે વન માં હોય કે રાજ્યાસન પર બિરાજેલા હોય.

ઉપનિષદ માં ધનુષ્ય ને પ્રણવ ની-એટલે કે-કાર ની ઉપમા આપેલી છે.
પ્રણવ ને ધનુષ્ય અને આત્મા ને શર (એટલે કે બાણ) કહ્યું છે.
પ્રણવ-રૂપી (કાર-રૂપી) ધનુષ્ય પર આત્મા-રૂપી બાણ ચડાવી,પરમાત્મા-રૂપી (બ્રહ્મ-રૂપી )
લક્ષ્ય ને વીંધવાનું છે.(એટલે કે કાર ની મદદ થી આત્મા-પરમાત્મા નું ઐક્ય કરવાનું છે)

બીજી રીતે કહીએ તો-કાર (રામજી નું ધનુષ્ય) એ જ્ઞાન છે,અને બાણ વિવેક નું સ્વરૂપ છે.
જ્ઞાન-રૂપી ધનુષ્ય ઉપર મનુષ્ય જો વિવેક-રૂપી બાણ ચડાવે તો ધાર્યું લક્ષ્ય સિદ્ધ કરી શકે.
એટલે શ્રીરામ ની પેઠે આપણે પણ ધનુષ્ય-બાણ સજ્જ રાખવાનાં છે.

ભક્તો ના રક્ષણ માટે,ઋષિ-મુનિઓ ના યજ્ઞ ના રક્ષણ માટે,રાજ-ધર્મ ની મર્યાદા માટે,
રાક્ષસો સામે લડી ને તેમનો સંહાર કરવા માટે જેમ રામજી એ ધનુષ્ય-બાણ સજ્જ રાખ્યા હતાં,
તેમ આપણે પણ કામ,ક્રોધ,મોહ,મદ,મત્સર-વગેરે રાક્ષસો સામે લડવાનું છે.
વાસના-રૂપી તાડકા,મારીચ અને શૂર્પણખા સામે લડવાનું છે.

કઈ ઘડીએ અને કઈ બાજુથી આ રાક્ષસ -રાક્ષસીઓ આપના પર હુમલો કરશે એની ખબર નથી,
એટલે જ રામજી ની પેઠે,ચોવીસ કલાક-બારે મહિના -આપણા ધનુષ્ય બાણ સજ્જ રાખવાનાં છે.
જે ક્ષણે-ક્ષણે સાવધાન રહે છે,તેમની આગળ રાક્ષસોનું  કંઇ ચાલતું નથી,
આવો મર્યાદા-પુરુષોત્તમ રામજી નો તેમની પોતાની જીવન-લીલા માંથી બોધ છે.

જેમ ભાગવતમાં શ્રીકૃષ્ણ એ પરમાત્મા નું નામ-સ્વ-રૂપ છે,અને ભાગવતમાં પોતાનું તેજ મુક્યું છે,
તેમ રામાયણ માં શ્રીરામ એ પરમાત્મા નું નામ-સ્વ-રૂપ છે.અને રામાયણ માં પોતાનું તેજ મુક્યું છે.
પરમાત્મા ના નામ માં અપાર શક્તિ છે.પરમાત્મા માં જે શક્તિ છે તે પરમાત્મા ના નામમાં છે.
પરમાત્મા દુર્લભ છે,પણ પરમાત્મા નું નામ અતિ સુલભ છે.

શ્રીરામ સાક્ષાત પરમાત્મા છે,એ સગુણ છે અને નિર્ગુણ પણ છે.સાકાર છે અને નિરાકાર પણ છે.
કેટલાક કહે છે કે-પરમાત્મા તો નિર્ગુણ-નિરાકાર છે.
પરંતુ,પરમાત્મા સર્વજ્ઞ,સર્વત્ર,અને સર્વશક્તિમાન છે.
પરમાત્મા સગુણ-સાકાર ના થઇ શકે એવો પરમાત્મા ની શક્તિ પર અંકુશ મૂકનાર,મનુષ્ય,
ખરેખર,પરમાત્મા ને (સત્ય રીતે) સમજ્યો જ નથી.

લોકો પરમાત્મા સાથે પ્રેમ કરે એટલા માટે પ્રભુએ સાકાર સ્વ-રૂપ (દેવ-અવતાર-રૂપ) ધારણ કર્યું છે.
યોગીઓ સમાધિ માં જે આનંદ નો અનુભવ કરે છે,તેવો જ આનંદ ભક્તો પ્રભુ ના ધ્યાન-દર્શન માં કરે છે.
ભક્તો માટે જ આનંદ-સ્વ-રૂપ પરમાત્મા આકાર ધારણ કરે છે.આનંદ જ શ્રીરામ રૂપે પ્રગટ થાય છે.

પૃથ્વી પર નો કોઈ એક મામૂલી રાજા ખુશ થઇ જાય તો,રાજ-મહેલમાંથી બહાર દોડી આવી દર્શન આપે છે,તો પ્રભુ તો સર્વ શક્તિમાન છે.તે કેમ સાકાર બની દર્શન આપી ના શકે?
નિરાકાર (બ્રહ્મ) આકાર ધારણ કરે છે,પણ તેનું સ્વ-રૂપ તો તેનું તે જ રહે છે.


START-RAMAYAN-            INDEX PAGE            NEXT PAGE