એ પ્રત્યેક બ્રહ્માંડ (પ્રત્યેક શરીર) માં શ્રીરામ નો અવતાર થાય છે.
આવું જો સમજવામાં આવે તો જીવન –ઉમદા અને આશાભર્યું બની જાય.જેવી જીવન માં ઈશ્વર દર્શન ની વ્યાકુળતા પેદા થાય કે તરત જ, અંતઃકરણ માં રહેલા શ્રીરામ ના અવતાર ની ક્ષણ નો અનુભવ થાય.(અંતરમાં ના રામનાં દર્શન થાય)
રામકથા એ કોઈ ભૂતકાળ ની કથા જ છે એવું નથી.
રામાયણ માં વ્યક્ત થતી સમસ્યાઓ આજે પણ આપણા જીવનમાં જોવા મળે છે.
મે શ્રીરામ નિત્ય અને ચિરંતન છે.તુલસીદાસજી ના શ્રીરામ એ કંઇ સામાન્ય મનુષ્ય નથી,
કારણકે સામાન્ય મનુષ્ય તો કાળ ના પ્રવાહમાં પુરાણો બની જાય છે,ને આજના પ્રશ્નો નું સમાધાન આપી શકતો નથી. એટલે શ્રીરામ શાશ્વત છે,અને એમને આપેલાં સમસ્યાઓના સમાધાન પણ શાશ્વત છે.
માટે રામાયણ એ આચરણ નો ગ્રંથ છે.
રાવણ વધ પછી શ્રીશંકર,રામજી ને મળવા આવે છે,ત્યારે કહે છે કે-“મામ અભિરક્ષય”(મારું રક્ષણ કરો)
આ નવાઈ ની વાત છે,શ્રીશંકર વળી શી બાબતે રક્ષા માગે છે? તો કહે છે કે-
“પ્રભુ તમે રાવણ ને માર્યો,પણ કામ,ક્રોધ,લોભ,મોહ-આ બધા હૃદયમાં વસેલા રાવણો મર્યા નથી ત્યાં સુધી સંસાર માં શાંતિ નથી.”
રામ ની લીલા પતી ગઈ નથી,હજુ ચાલુ જ છે.....એ રામાયણ નું રહસ્ય છે.
હજી કુમતિ (દુર્બુદ્ધિ) રૂપી અહલ્યા ને સુમતિ (સદબુદ્ધિ) માં ફેરવવાની છે.
હજુ વિભીષણ ને અસત્ય (રાવણ) નો આશ્રય છોડવાનો છે.
જો આમ રામાયણ ના પાત્રો ને લઇ ને જીવન ને જોતાં થવાય તો,પ્રભુ ની સાથે નો સંબંધ પાકો થાય.
પછી રામાયણ નાં તે પાત્રો આપના જીવન ની સાથે ચાલનાર પાત્રો થશે,ભાઈ,પિતા,પુત્ર કે મિત્ર થશે.
લોકો મંદિર માં રામજી ના દર્શન કરવા જાય છે ત્યારે રામજી ની મૂર્તિ જોઈ ને વિચારે છે કે-
આ રામજી તો મારા જેવા હાથ-પગ વાળા જ છે.ભગવાન નું મનુષ્ય સ્વરૂપ જોઈ ને ઘણા ને ભગવાન
વિષે જાતજાતની કુશંકાઓ થાય છે.
પણ મૂર્તિ જોઈને રામજી ના આનંદ-સ્વ-રૂપ નો વિચાર કરવાનો છે.
પરમાત્મા ના સર્વ-વ્યાપી સ્વ-રૂપ ની ઝાંખી કરવાની છે.
રામજી નું મૂર્તિ નું સ્વ-રૂપ (સાકાર સ્વ-રૂપ) તો
“કેવળ નિરાકાર ની કલ્પના કરવામાં મદદરૂપ થાય” એટલા માટે જ છે.
વેદાંત કહે છે કે-ઈશ્વર અરૂપ છે,નિરંજન અને નિરાકાર છે.
ભક્તો (વૈષ્ણવો) કહે છે કે-ઈશ્વર “અનંત-રૂપ” છે.(અનંત આકાર વાળો છે) ઈશ્વર ને કોઈ એક આકાર નથી.
સર્વ-વ્યાપી,શક્તિમાન ઈશ્વર “પ્રેમ ને કારણે” આકાર ધારણ કરે છે.
સૂક્ષ્મ માંથી સ્થૂળ (શરીર) રૂપે પ્રગટ થાય છે.
સોનાનો દાગીનો જેમ સુવર્ણ છે,અને ખાંડ નું રમકડું જેમ ખાંડ છે,તેમ પરમાત્મા નું આખું સ્વરૂપ
આનંદમય છે.એ નિર્લેપ,પરિપૂર્ણ,સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
પણ દુઃખની અને આશ્ચર્યની વાત છે કે માનવી આ વાત જાણે પણ છે અને ભૂલી પણ ગયો છે.