=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-39

રામાયણ-39


વાસના પણ શૂર્પણખાની જેમ પહેલાં સુંદર લાગે છે અને પછી,પોતાનું પોત પ્રકાશિત કરે છે.
વાસના ની પક્કડ માંથી જલ્દી છૂટી શકાતું નથી. વાસના ઇન્દ્રિયો માંથી ઉદ્ભવે છે,અને ઇન્દ્રિયોના ઉપભોગ માં કદી શાંતિ મળતી નથી. શાંતિ ભોગ થી નહિ પણ ત્યાગથી મળે છે.
મનુષ્યે વાસના રૂપી શૂર્પણખા થી સાવધાન રહેવાની જરૂર છે.

જયારે શૂર્પણખા રામજી ની પાસે આવી ત્યારે રામજીએ તેને નજર આપી નથી. જયારે વાસનાનો પ્રસંગ આવે ત્યારે આંખ ને પરમાત્માના ચરણ તરફ રાખવાની.......

લક્ષ્મણ જી એ આવી અને શૂર્પણખા ના નાક-કાન કાપી નાખ્યાં છે.
શૂર્પણખા રડતી- રડતી,ખર,દૂષણ,ત્રિશીરા રાક્ષસો પાસે આવી અને કહે છે-કે રામના ભાઈએ મારી આ દુર્દશા કરી છે. રાક્ષસો યુદ્ધ કરવા આવ્યા છે. પણ રામજી એ તે સર્વ રાક્ષસો નો નાશ કર્યો.
એટલે શૂર્પણખા ત્યાંથી રાવણ પાસે ગઈ,અને કહે છે-કે-દશરથ ના બે પુત્રો રામ-લક્ષ્મણ પંચવટી માં રહે છે,
તેની પાસે સુંદર સ્ત્રી છે,હું તે તારા માટે લેવા ગઈ હતી,અને મારી આ દશા થઇ છે. તારા રાક્ષસો નો પણ
તેમણે વિનાશ કર્યો છે. રાવણે શૂર્પણખા ને આશ્વાસન આપ્યું છે.

આ તરફ રામજી એ સીતાજી ને કહ્યું-કે-દેવી હવે લીલા કરવી છે,તમે અગ્નિ માં નિવાસ કરો.
એટલે કહેવામાં આવે છે-કે- રાવણ જે સીતાજી ને લઇ ગયેલો તે સીતાજી ની “છાયા” હતી.  

સમુદ્ર કિનારે મારીચ રહેતો હતો –ત્યાં રાવણ આવ્યો છે,અને કહે છે-કે-રામ રાક્ષસો ને મારે છે,મેં તેમની જોડે વેર કર્યું છે,તું મને મદદ કર.ત્યારે મારીચ કહે છે-કે-રામ નાના હતા ત્યારે મને તેમના દર્શન થયા હતા,
વિશ્વામિત્ર ના યજ્ઞ નું રક્ષણ કરવા તેઓ આવેલા. હું યજ્ઞ માં વિઘ્ન કરવા ગયો,અને તેમણે એક બાણ માર્યું  અને હું આ સમુદ્રના કિનારે આવી પડ્યો છું.તેમની સાથે તું વેર કરીશ નહિ.

પણ રાવણ માનતો નથી.રાવણ મારીચ સાથે પંચવટી ના વન માં આવ્યો છે,મારીચે કનકમૃગ નું સ્વરૂપ ધારણ કર્યું, સીતાજી એ તે મૃગ ને જોયું અને તેમણે રામજી ને કહ્યું-કે-આ અતિ સુંદર છે,તેને મારી તેનું ચામડું લઇ આવો. રામજી મૃગ ને મારવા જાય છે,રામજી એ મારીચ (મૃગ)ને બાણ માર્યું ત્યારે તે –
રામજી ના જેવો અવાજ  (સાદ) કરી “હે લક્ષ્મણ-હે લક્ષ્મણ” કરી જમીન પર પડ્યો.

આ બાજુ સીતાજી એ “હે લક્ષ્મણ” ની બુમ સાંભળી.તેમણે લક્ષ્મણ ને કહ્યું કે- તમારા ભાઈ કંઈ વિપત્તિમાં લાગે છે,અને તમને બોલાવતા લાગે છે. સીતાજી ના કહેવાથી લક્ષ્મણ રામજી ની મદદે જવા નીકળે છે.
તે જ વખતે રાવણ સીતાજી પાસે ભિક્ષા લેવા આવ્યો અને રાવણે સીતાજી નું અપહરણ કર્યું છે.

સીતાજી ને રથમાં બેસાડી તે આકાશમાર્ગે જવા લાગ્યો.ત્યાં જટાયુ એ સીતાજી ના દુઃખભર્યા વચનો સાંભળ્યા.એટલે જટાયુ યુદ્ધ કરવા આવ્યો છે.જટાયુ વૃદ્ધ છે છતાં અતિ બળવાન છે.
યુદ્ધ વખતે રાવણે જટાયુ ને પૂછ્યું-કે તારા ઇષ્ટદેવ ના સોગન,તારું મરણ ક્યાં છે તે બતાવ.
જટાયુ એ સાચું કહી દીધું કે મારી પાંખો કોઈ કાપી નાખે ત્યારે મારું મૃત્યુ થશે.

તે જ વખતે જટાયુ એ રાવણ ને પૂછ્યું કે-તારું મરણ કેવી રીતે છે તે બતાવ.
રાવણ તે વખતે જુઠ્ઠું બોલ્યો છે-રાવણે કપટ કર્યું કે –મારું મરણ મારા અંગુઠામાં છે.
આ સાંભળી જટાયુ જ્યાં રાવણ ના અંગુઠાને ચાંચ મારી મારવા જાય છે તે જ વખતે રાવણે –તેની બંને
પાંખો કાપી નાંખી છે.

બીજી બાજુ લક્ષ્મણ રામજી પાસે આવ્યા, તો રામજી કહે છે-કે-સીતાજી નું રક્ષણ કરવા મેં તને આજ્ઞા કરેલી,તે તું કેમ આવ્યો ? રામજી લક્ષ્મણ ને ઠપકો આપે છે.
લક્ષ્મણ કહે છે-હું તો આવતો નહોતો પણ ભાભી ના કહેવાથી આવવું પડ્યું.

લક્ષ્મણ ને થયું કે આ રામજી ની સેવા કરવી બહુ કઠણ છે,
રામે એક વખતે લક્ષ્મણ ને કહેલું કે –લક્ષ્મણ તે મારી બહુ સેવા કરી છે,આવતા જન્મ માં હું તારી સેવા કરીશ.બીજા જન્મ માં લક્ષ્મણ –બલરામ (શ્રીકૃષ્ણ ના મોટાભાઈ) થયા છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE