હનુમાનજી રામજી પાસે આવ્યા છે.લક્ષ્મણ પત્ર વાંચે છે,અને રામજી સાંભળે છે.
હનુમાનજી કહે છે-કે-નાથ.આ તો તમારો પ્રતાપ છે,નાથ,કૃપા કરો કે મને અભિમાન ન થાય.
માલિક ની નજર નીચી થઇ છે,મારા હનુમાન ને તેના આ કામ (ઉપકાર) બદલ હું શું આપું ?
જગતના ધણી આજે હનુમાનજી ની આંખ માં આંખ મિલાવી શકતા નથી,(સન્મુખ થઇ શકતા નથી)
આંખ સહેજ ભીની થઇ છે,માલિક આજે ઋણી બન્યા છે.વધુ તો શું કરે ?
ઉભા થઇ હનુમાનજી ને ભેટી પડ્યા છે.
ત્યાંથી વિજયાદશમી ના દિવસે પ્રયાણ કર્યું છે, અને સમુદ્ર ના કિનારે આવ્યા છે.
રઘુનાથજી નો રોજ નો નિયમ હતો કે શિવજી ની પૂજા કરવી. સમુદ્રકિનારે કોઈ શિવલિંગ મળ્યું નહિ,
હનુમાનજી ને શિવલિંગ લેવા મોકલ્યા છે,હનુમાનજી ને આવતા વાર લાગી –એટલે રામજીએ રેતીનું
શિવલિંગ બનાવી તેની પૂજા કરી છે.પ્રભુ એ રામેશ્વર ની સ્થાપના કરી.
તે પછી હનુમાનજી શિવલિંગ લઈને આવ્યા.પણ અહીં તો શિવ ની સ્થાપના થયેલી જોઈ,
હનુમાનજી ને ખોટું લાગ્યું-કહે છે-કે-પ્રભુ તમારે રેતી નું શિવલિંગ બનાવવું હતું તો મારી પાસે આટલી બધી ખટપટ કરાવી શું કામ ?
રામજી એ કહ્યું-કે મેં સ્થાપેલા શિવલિંગ ને ઉખેડી કાઢ,આપણે ત્યાં ,તેં લાવેલા શિવલિંગ ની સ્થાપના કરીએ.
હનુમાનજી એ શિવલિંગ પર પોતાનું પુચ્છ ભરાવ્યું અને જોરથી ખેંચવા લાગ્યા –પણ શિવલિંગ એક તસુ
પણ ખસ્યું નહિ.(કહે છે- આજ પણ શિવલિંગ પર પુચ્છ ના કાપા છે),હનુમાનજી નારાજ થયા.
રામજી તેમના ભક્ત ની નારાજી સહન કરી શકતા નથી,તેમણે કહ્યું-કે-
તેં લાવેલા શિવલિંગ ની પણ સ્થાપના કરીએ.તારા લાવેલા શિવલિંગ નાં જે પહેલાં દર્શન કરશે –
તેને જ મેં સ્થાપેલા શિવલિંગ ના દર્શન નું પુણ્ય મળશે.
ઋષિઓ ત્યાં દર્શન કરવા આવેલા, તેઓએ પુછ્યું કે- અમને રામેશ્વર નો અર્થ કહો.
રામજી એ સરળ અર્થ કહ્યો-રામના ઈશ્વર તે રામેશ્વર.
પણ શિવજી એ પ્રગટ થઇ કહ્યું કે-મને એ અર્થ ગમતો નથી,”રામ છે ઈશ્વર જેના તે રામેશ્વર”
આ બાજુ રાવણે સભા ભરી છે. વિભીષણ કહે છે કે-મોટાભાઈ,તમે રામજી ને શરણે જાવ,સીતાજી ને આપી દો. રાવણે માન્યું નહિ અને વિભીષણ ને લાત મારી છે.
વિભીષણ કહે છે-કે-તમે ભલે મને લાત મારો,તમે મારા મોટાભાઈ છો,મોટાભાઈ પિતા સમાન છે,
હું તમને વંદન કરું છું. છતાં હું તમને કહું છું-કે-રામજી સાથે વેર કરશો તો વંશનો વિનાશ થશે.
તેમ છતાં તમને યોગ્ય લાગે તે કરો,હું તો રામજી ને શરણે જઈશ.
વિભીષણ જે ક્ષણે લંકામાંથી ગયા છે,તે જ ક્ષણે સર્વ રાક્ષસો આયુષ્ય વગરના થઇ ગયા છે.
સાધુ પુરુષ નું અપમાન સર્વ નો નાશ કરે છે.
સમુદ્ર કિનારે રામજી બેઠા છે.વિભીષણ રામજી ને શરણે જવા માટે સમુદ્રકિનારે આવ્યા છે.
વિભીષણ ને આવતાં આવતાં –એક ક્ષણ સંકલ્પ થયો કે-રામજી જીતશે અને લંકા નું રાજ્ય મને આપશે.
સૌજન્ય- www.sivohm.com
સૌજન્ય- www.sivohm.com
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |