જસોદા
માવડી રે સાંભલોની;
મારા મુખ ની વાતો.
ગોકુલ નારી છે ધૂતારી;
હું તો તેને ધેર ન જાતો.
દહીં દૂધ ધૃત માખણ ભોજન;
ભુવન ભાવતું ખાતો.
મેં મારા માંકારડાપાલ્યાં;
હું તો તેને સર્વસ્વ પાતો.
વાંસ તણી વાંસલડી હું તો;
તાન તરંગે વાતો.
મન માંહે બહુ મોહ ધરી ને;
આપ ઈચ્છા એ ગાતો.
પ્રેમ તણે પાલવ હું
બાંધ્યો;
અણુ ન અલગો થાતો.
નરસૈયા ચો સ્વામી એમ બોલે;
વૈષ્ણવજન સંગ રાતો.