Second Recording
કરુણાનિધિએ કરી કરુણા ઘણી,
તો એ મન ના ભરાયું તારું.
ખુદ બની ગયો કરુણાનિધિ,
હવે ક્યાં શોધવું ચરણ તારું?
છૂટી ગયું ભટકવાનું અહી તહી,
જીભે રહે નામ-સ્મરણ તારું.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે
હે નાથ નારાયણ વાસુદેવ
સોમભાઈ પટેલ
૨૪ ઓગસ્ટ-૨૦૧૭