=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: આતમના અજવાળે-સૂર-સોમભાઈ પટેલ

આતમના અજવાળે-સૂર-સોમભાઈ પટેલ



ચેતનદેવને ઓળખે નહિ, નુગરા પથરે કૂટે માથા.
પૂર્ણ સદગુરૂ જો મળે, તો પ્રભુ નથી તેને આઘા.

(ચેતનદેવ=ચૈતન્ય કે પરમાત્મા) (નુગરા=ગુરૂ વગરના) (પથરે=જડ કે દેવની મૂર્તિઓ પર)

ચેતનના પ્રકાશે સારી સૃષ્ટિ રચાય,
આતમના અજવાળે આખી દુનિયા દેખાય.
ચામાચીડિયાને સુઝે નહિ , અંધારે અથડાય ....વાંક કોઈનો ના કહેવાય ........ચેતન ને..

સુવર્ણ સાથે ચણોઠડી એક ત્રાજવે તોલાય,
તોલ આપીને બાજુ બેઠી મૂલ એક ના થાય .....વાંક કોઈનો ના કહેવાય...........ચેતન ને.

મટુકીમાં મગ ઓર્યા , અગ્નિ સળગે અપરંપાર
સુગા સુગા સીજ્યા, નુગરા સીજ્યા નહિ લગાર...વાંક કોઈ નો ના કહેવાય......ચેતન ને.

પતગીયું તો દિપક દેખી પોતે અંજાઈ જાય ,
પલમાં પ્રાણ પોતાનો તજી સમજે નહિ ગમાર...વાંક કોઈ નો ના કહેવાય.........ચેતન ને .

દિવ્ય ચક્ષુ ખુલે ત્યારે દેવના દર્શન થાય .
ચર્મ ચક્ષુ હોય ત્યારે ચામડું દેખાય.................વાંક કોઈ નો ના કહેવાય ..........ચેતન ને.

અનુભવના અજવાળે મારો સાયબો દેખાય.
છછુંદરને સુઝે નહિ ખૂણે ખૂણે ભટકાય.........વાંક કોઈ નો ના કહેવાય ..........ચેતન ને